હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત્ રહેશે અને જેને પગલે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આગામી ૩ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં ઘટાડો થશે. ગત રાત્રિએ નલિયામાં ૪.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩૦ જાન્યુઆરી સુધી નલિયામાં ૧૦ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.