કોંગ્રેસની અરજી બાદ હાઈકોર્ટે ચૂંટણી કમિશ્નરને નોટીસ પાઠવી

Webdunia
બુધવાર, 18 માર્ચ 2020 (13:16 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવા એક તરફ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલટો કરાવવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પોતાના અન્ય ધારાસભ્યોને જયપુર લઇ ગઇ છે. ત્યારે બીજી તરફ આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ હેગોળાભાઈ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે કે, રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પર ખોટા કેસો ન થાય તે માટે કોર્ટ નિર્દેશો જારી કરે. જેથી આ મામલે હાઇકોર્ટે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી 23 માર્ચના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય નાથાભાઇની આ અરજીને પહેલા જજે નોટ બીફોર મી કરી હતી. જ્યાર બાદ બીજા જજ સમક્ષ અરજી કરતા તેમણે ગ્રાહ્ય રાખી હતી.

સંબંધિત સમાચાર

Next Article