ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડના મુખ્ય આરોપી છબીલ પટેલને જામીન મળ્યા

Webdunia
મંગળવાર, 1 ડિસેમ્બર 2020 (09:16 IST)
ગુજરાતમાં બહુચર્ચિત ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં જેલમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છ દિવસ માટે જામીન પર છોડવામાં આવ્યા છે. છબીલ પટેલને પુત્રના લગ્નમાં સામેલ થવા માટે જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમની સાથે પોલીસ પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ માર્ચ 2019થી જેલમાં બંધ છે. 
 
ગુજરાત સીઆઇડી ક્રાઇમે છબીલ પટેલે 14 માર્ચ 2019ના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. પુત્રના લગ્ન માટે તેમને છ દિવસના જામીન પર છોડવામાં આવ્યા છે. આ દરમિયાન તેમની દેખરેખમાં એક પોલીસ નિરિક્ષક તથા બે કોન્સ્ટેબલ હાજર રહેશે. 
 
છબીલ પટેલ 2012માં કચ્છની અબડાસા સીટ પરથી કોંગ્રેસની સીટ પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી આ સીટ પર 2007 પરથી 2012 સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજકીય વર્ચસ્વની લડાઇના લીધે છબીલ પટેલને જયંતી ભાનુશાળીની જાન્યુઆરી 20129માં એક કોન્ટ્રાક્ટ કિલર દ્વારા હત્યા કરાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article