મોલ, થિયેટરના CCTV પોલીસ એક્સેસ કરી શકે તેવું બિલ લવાશે, આગામી વિધાનસભામાં 4 વિધેયક લાવશે

Webdunia
સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (10:49 IST)
રાજ્યના સરકાર આગામી વિધાનસભામાં સિનેમા હોલ,મોલ જેવાં સ્થળો પર સલામતી જાળવવા માટે લગાડેલા સીસીટીવી કેમેરા પોલીસ એક્સેસ કરી શકે તેવું પબ્લિક સેફ્ટી બિલ લાવશે. આ ઉપરાંત રખડતા પશુ પર નિયંત્રણ લાગતું બિલ અને ઓનલાઇન રમાતા જુગારને રોકતું બિલ પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ, અશાંત ધારામાં સુધારો કરતું ડિસ્ટર્બ એરિયા બિલ એમ 4 બિલ આગામી વિધાનસભામાં લાવવાની તૈયારી થઈ રહી છે.

જોકે હજુ આ બિલ તૈયાર થઈ રહ્યાં છે અને તેને અંતિમ મંજૂરી મળવાની બાકી છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા જગજાહેર છે. વિવિધ વિસ્તારોમાં પશુઓ દ્વારા અડફેટે ચડાવીને મોત નિપજ્યાં હોય કે ઇજાગ્રસ્ત થયા હોય તેવા બનાવ અવાનવાર બને છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર રખડતા પશુઓ પર નિયંત્રણ લાદતું બિલ આગામી વિધાનસભામાં લાવશે. રાજ્યમાં સરાજાહેર હુમલાઓના બનાવ બન્યા છે. આવા બનાવોમાં અટકાવવા માટે જાહેર સ્થળની સુરક્ષા હેતુ અને નાગરિકોની સલામતી પણ વધે તેવા હેતુસર મોલ,મલ્ટિપ્લેક્સ જેવા જાહેર સ્થળો પર કે જ્યાં પબ્લિક મોટી સંખ્યામાં એકઠી થાય છે, પણ આ ખાનગી સ્થળો છે, આવા સ્થળોના સીસીટીવી એક્સેસ કરવા માટેનું બિલ પબ્લિક સેફટી બિલ લવાશે. ઉપરાંત ઓનલાઇન જુગાર રમાય છે. કેટલીક રમતો જ ઓનલાઇન એવી છે કે જેમાં જુગાર રમાય છે અને યુવાધન ખોટા રસ્તાઓ પર કે એડિક્ટેડ થઇ જાય છે.

આવી સામાજિક સમસ્યાને વકરતી રોકવા માટે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ બિલ લાવવામાં આવશે. વિધાનસભામાં અશાંત ધારામાં સુધારો કરતું ડિસ્ટર્બ એરિયા બિલ આવશે. જોકે આ તમામ બિલને તેમના વિભાગે તૈયાર કરી લીધા છે, પણ હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article