ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં શુક્રવારે સાંજે મેશ્વો નદીમાં ન્હાતી વખતે આઠ લોકો ડૂબી ગયા હતા. આ કેસમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) બીબી મોડિયાએ જણાવ્યું હતું કે ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકો દહેગામ તાલુકાના વાસણા સોગતી ગામના રહેવાસી હતા.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 8 લોકો ડૂબતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં 5 યુવકના મૃતદેહ મળ્યા. બાદમાં થોડીવાર પછી અન્ય ત્રણ યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા.
ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોએ આપી માહિતી
શોધ અને બચાવ કામગીરીની દેખરેખ રાખનાર મોડિયાએ જણાવ્યું હતું કે ગામલોકોનું એક જૂથ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા નદીની નજીક આવ્યું હતું. તે લોકોને ડૂબવાની ઘટનાની જાણ થઈ અને અધિકારીઓને તેની જાણ કરી.
અકસ્માતમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું
એસડીએમએ જણાવ્યું કે, મેસેજ મળ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે નદીમાંથી આઠ મૃતદેહો બહાર કાઢ્યા છે. એક વ્યક્તિ, જે ગુમ હોવાનું માનવામાં આવતું હતું, તે ગામમાંથી મળી આવ્યો. તેથી, બચાવ કામગીરી હવે બંધ કરી દેવામાં આવી છે. મૃતકો સ્થાનિક લોકો હતા જેઓ નદીમાં નહાવા આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. થોડે દૂર એક ચેકડેમ નિર્માણાધીન હોવાથી નદીના જળસ્તરમાં તાજેતરમાં વધારો થયો હતો.