ગુજરાતના ફેમસ બીચ પર મોટી દુર્ઘટના: VIDEO

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2023 (17:36 IST)
હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ્રવાસીઓની ભીડ જામી છે.દિવાળીના વેકેશનમાં શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી અને લોકો વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી રહ્યાં હતાં. આ દરમિયાન એક યુવક પેરાગ્લાઈડિંગ કરતી વખતે પેરાશૂટમાંથી નીચે પટકાયો હોવાની ઘટના બની હતી. આ યુવક પટકાય છે તેનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે.

<

દિવાળીના વેકેશનમાં શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી અને લોકો વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી રહ્યાં હતાં. આ દરમિયાન એક યુવક પેરાગ્લાઈડિંગ કરતી વખતે પેરાશૂટમાંથી નીચે પટકાયો હોવાની ઘટના બની હતી #Shivrajpur #GujaratiNews pic.twitter.com/wsOn1tLXAP

— Webdunia Gujarati (@Webdunia_Guj) November 24, 2023 >

વાયરલ વીડીયોમાં દેખાય છે કે, શિવરાજપુર બીચ પર યુવક પટકાયો હોવાના સમાચારો વાયુવેગે પ્રસરી જતાં પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાયો હતો.બીચ પર યુવાન પેરાશુટ રાઇડિંગ કરી રહ્યો હતો. આ રાઇડની શરૂઆતમાં જ અચાનક પેરાશૂટમાંથી યુવાન નીચે પટકાયો હતો. આ દરમિયાન તેની માતા તેનો વીડિયો ઉતારી રહી હતી. આ વીડિયોમાં યુવાન બીચ પર પટકાતા તેની માતા બૂમો પાડતી સંભળાઇ રહી છે.સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ અકસ્માતમાં યુવાનને સામાન્ય ઇજાઓ થઇ છે.

સંબંધિત સમાચાર

Next Article