બારડોલી નજીક 10 પૈડાવાળો ટ્રક પલટી ખાઇ ગયો, ચમત્કારીક રીતે ડ્રાઇવરનો બચાવ

Webdunia
સોમવાર, 25 જાન્યુઆરી 2021 (20:25 IST)
ગુજરાતમાં સુરતના બારડોલી ચાર રસ્તા પાસે સોમવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં માલ ભરેલો એક 10 પૈડાવાળો ટ્રક કાર પર ઉંધો વળી ગયો હતો, જોકે કારમાં સવાર ડ્રાઇવરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તો બીજી તરફ વજનના લીધે કારનો કચ્ચરખાણ વળી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં કાર ચાલકના માથામાં ઇજા પહોંચી છે, પરંતુ તે ખતરાથી બહાર છે. તો બીજી તરફ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનો જીવ પણ બચી ગયો છે. 
 
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઇ હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે ટ્રકની કેબિન કાર ચાલકની સીટથી 2-3 ઇંચ પાછળ પડી હતી, તેના લીધે કાર ચાલકનો જીવ બચી ગયો હતો. આ અકસ્માત તે સમયે સર્જાયો હતો જ્યારે ટ્રક અને કાર બારડોલી રસ્તા પર એક જ દિશામાં જઇ રહ્યા હતા. 
 
આ દરમિયાન ઓવરટેક કરતી વખતે બેકાબૂ થતાં તે ટ્રક પલટી ખાઇ ગયો હતો. જોકે સદનસીબે કારમાં ફક્ત ડ્રાઇવર જ હતો અને તેના માથામાં સામાન્ય ઇજા પહોંચી છે. ટ્રકની કેબિન તેની સીટથી બે-ત્રૅણ ઇંચ પાછળ પડી હતી. 
 
108 વડે કારના ડ્રાઇવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે ક્રેન બોલાવીને ટ્રક અને કારને રસ્તા વચ્ચે દૂર કર્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article