અંજારની સરકારી શાળામાં ઓનલાઈન ક્લાસ ચાલુ થતાં જ પોર્ન વીડિયો શરૂ થયો

Webdunia
સોમવાર, 31 જાન્યુઆરી 2022 (08:38 IST)
સમગ્ર જિલ્લામાં એક માત્ર અંજારમાં નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી અંગ્રેજી માધ્યમની શાળા છે. પરંતુ આ શાળામાં જ્યારથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારથી કોઈને કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં એકાદ વર્ષ પહેલાં બનેલો બનાવ ફરી પુનરાવર્તિત થયો છે અને ઓનલાઈન કલાસ દરમ્યાન અચાનક અશ્લીલ કલીપની લિંક આવી જતા વિવાદ છેડાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ સમિતિ હસ્તકની અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમની શાળામાં આ બનાવ તા. 21/1ના સવારે 9 વાગ્યે બન્યો હતો. જેમાં ધો. 7ના વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે જ્યારે શાળાની એક શિક્ષિકાએ પોતાની આઈ.ડી. મારફતે કલાસ ઇવેન્ટ ક્રિએટ કરી ત્યારે તેમાં અચાનક પોર્નોગ્રાફી વર્કસ લિંક દેખાવા લાગી હતી. જેથી તાત્કાલિક ધોરણે ગાંધીનગર કક્ષાએથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ફરજ પડી હતી. આ મામલે મુખ્ય શિક્ષકે વર્ગ શિક્ષકા સાથે આ બાબતે ચર્ચા કરતા તેમના જણાવ્યા મુજબ તેમનો મોબાઈલ અથવા આઈ.ડી. હેક કરી આવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું જણાવતા આચાર્ય દ્વારા આ બાબતની યોગ્ય તપાસ થાય અને ગંભીર ઘટના બીજી વાર ન બને તે માટે સાઇબર ક્રાઇમને લેખિત ફરિયાદ પોસ્ટ મોરફતે મોકલી દીધી હતી. તો બીજી તરફ આ બાબતે શાસનાધિકારી જયેશ સથવારા સાથે સંપર્ક સાધતા તેમણે પણ ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું હતું.

પ્રાથમિક શાળાના ભણતર દરમ્યાન પોર્ન કન્ટેન આવવું તે એક ગંભીર ઘટના છે. છતાં તંત્ર દ્વારા ઘટના બની તેના 5 દિવસ બાદ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમના નિયમ મુજબ જે ડિવાઇસથી આ પ્રકારનું કન્ટેન્ટ પીરસાયું હોય તેને જપ્ત કરી તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવે છે. ખરેખર આ બનાવમાં ડિવાઇસ હેક થયુ હતુ કે જાણીજોઈને આ કન્ટેન્ટ વાયરલ કરાયો છે તે બાબતે પણ પ્રશ્નાર્થ છે. ત્યારે શિક્ષિકાનો મોબાઈલ જપ્ત ન થાય અને કાર્યવાહી રોકાઈ શકે તે માટે ગાંધીનગર કક્ષાએથી કલાસ વન અધિકારી પણ અંગત રસ લઈ તંત્રને દબાણ કરી રહ્યા હોવાની વાતો ચર્ચામાં સાંભળવા મળી રહી છે. જેથી હવે લેખિત ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

સંબંધિત સમાચાર

Next Article