આવતીકાલે અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 75 કરોડના પ્રોજેક્ટો ખુલ્લા મુકશે

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (15:40 IST)
mangla aarti
આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. આવતીકાલે રથયાત્રા છે ત્યારે અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે અને અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કરશે. સાથે સાથે જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી પાસેના બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમો પછી અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય અમિત શાહ કચ્છના વિસ્તારમાં ગયા હતા અને તેમણે હવાઈ સમીક્ષા કર્યા બાદ લોકો સાથે વાતચીત પણ કરી હતી.  આ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમે બિપરજોય વાવાઝોડુ જ્યાં ટકરાયુ હતું તે બે તાલુકાના લોકોની મુલાકાત કરી હતી. અમે સગર્ભા માતાઓ અને ખેડૂતોને મળ્યા હતાં. તે ઉપરાંત બચાવકાર્યમાં લાગેલા SDRF અને NDRFના જવાનોને મળ્યા હતાં. કચ્છ આવીને ધારાસભ્ય, સાંસદસભ્ય અને અધિકારીઓ પાસેથી સ્થિતિનો રિવ્યૂ લીધો હતો. વાવાઝોડાના સમાચાર આવ્યા ત્યારે અનેક આશંકાઓ મનમાં હતી. પરંતુ આજે સંતોષ સાથે કહું છું કે, પીએમ,સીએમ અને ગામડાના સરપંચ સાથે જનતાના સહયોગથી ઓછામાં ઓછું નુકસાન ભોગવવામાં સફળ થયા છીએ.

મંગળા આરતી બાદ તેઓ સવારે 9.15 વાગ્યે ન્યુ રાણીપમાં બગીચાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સવારે 9.30 વાગ્યે ચાંદલોડિયામાં રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.45 વાગ્યે બોડકદેવમાં ક્રેડાઈ ગાર્ડન પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સવારે 11.30 વાગ્યે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.

સંબંધિત સમાચાર

Next Article