આંદોલનની આગ અમદાવાદમાં ભડકી: મહિલાઓ અને બાળકો થાળી-વેલણ ખખડાવાયાં

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (16:14 IST)
Pay Grade ગુજરાતમાં પે ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહી છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.
 
આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજીતરફ શાહીબાગ હેડક્વાટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે. ગ્રેડ-પે અમારો હક્ક છે તેવા સુત્રોચાર સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી છે. 
 
મહેસાણા અને સુરતમાં થાળી-વેલણ ખખડાવાયાં
 
ગ્રેડ પે નહીં વધારાય તો બાળકો સાથે નીકળીશું
પોલીસ પરિવારની મહિલાઓ પૈકી વીણાબેન રાવલ અને ભારતીબેને જણાવ્યું કે, દરેક જિલ્લાના પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. માગણીનું નિરાકરણ નહીં આવે તો હવે બાળકો સાથે બહાર નીકળીશું.

સંબંધિત સમાચાર

Next Article