અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના 11 સાધુ કોરોના પોઝિટિવ

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2020 (12:05 IST)
કોરોના વાયરસના કહેર સતત ફેલાઇ રહ્યો છે. હવે ગુજરાત વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના 11 સાધુઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ 11 સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયના એક જ વિભાગ સાથે જોડાયેલા છે. 
 
રાજ્યના એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયન મંદિરમાં ગત અઠવાડિયે કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. આ સાધુ મણિનગરના 'પંથ' સંપ્રદાય સાથે નાતો ધરાવે છે. 
 
અમદાવાદ નગરપાલિકા નિગમ (એએમસી)ના સ્વાસ્થ્ય અધિકારી તેજસ શાહે જણાવ્યું કે આ 11 સાધુઓમાં 5 સાધુ અમદાવાદમાં મણિનગર મંદિર પરિસરમાં રહે છે, જ્યારે છ સાધુ બીજી જગ્યાએથી આવ્યા હતા અને અહીં રોકાયા હતા. 
 
ડોક્ટર તેજસ શાહે કહ્યું કે આ તમામ સંક્રમિત સાધુઓની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમણે આગળ કહ્યું કે 6માંથી 5 સાધુ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહે છે જ્યારે એક સાધુ બાવળા ગામમાં રહેતા હતા. મણિનગર મંદિરના સ્વામી ભગવતપ્રિયાદાસે કહ્યું કે કોરોના સંક્રમણ કેસની ખબર પડ્યા બાદ એક અઠવાડિયા પહેલાં મંદિર પરિસરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. 
 
તેમણે કહ્યું કે ભક્તો માટે મંદિર પહેલાંથી જ બંધ કરી દીધું છે. આ ખૂબ સાવધાની વર્તવામાં આવી રહી છે. અમે અમારા ઘણા સાધુઓને કાદી અને વીરમગામ જેવા વિસ્તારોમાં મોકલી દીધા છે. હાલ મંદિર પરિસરમાં ફક્ત નવ સાધુ રહે છે. ગુજરાત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

Next Article