અમદાવાદ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા 2 વર્ષમાં 1397 લોકોના મોત

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (17:15 IST)
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતથી કુલ 1397 લોકોના મોત થયા છે. જ્યારે ગાંધીનગરમાં બે વર્ષ માં 463 લોકોના મોત થયા છે. આજે શરૂ થયેલા વિધાનસભાના શિયાળું સત્રમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના સવાલના જવાબમાં આ માહિતી સામે આવી હતી. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમિયાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં વાહન અકસ્માતમાં 313ના મોત થયા હતા, જ્યારે 2019ના નવેમ્બર મહિના સુધીમાં 416ના મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 2018માં 318 અને 2019 નવેમ્બર સુધી 307 લોકોના મોત થયા છે. આજ પ્રમાણે ગાંધીનગરમાં વર્ષ 2018માં માર્ગ અકસ્માતમાં 249 ના મોત થયા છે, જ્યારે 2019 નવેમ્બર સુધી માં 214 લોકો ના મોત થયા છે.

સંબંધિત સમાચાર

Next Article