એક આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર, દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (11:00 IST)
દ્રષ્ટિ વસાવાએ ગુજરાતને વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ, વર્ષ ૨૦૨૬માં યોજાનાર ઓલમ્પિકમાં દેશ તરફથી પ્રતિનિધિત્વ કરશે નેત્રંગની આઈસ ગર્લ
"અડગ મનના મુસાફરને હીમાયલ પણ નડતો નથી" આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવા. આમ જોઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વણાકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી, પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીત ની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમ- જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે. 
 
ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા.તેણીની આવનારા વર્ષ ૨૦૨૬માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે. આ સફળ યાત્રાના મુખ્ય પ્રણેતા તો આઇસ ગર્લના માતા – પિતા ઓછું શિક્ષણ અને સંકુચિત માનસિકતા ધરાવતા વિસ્તારમાં હકારાત્મક અભિગમથી નાનકડી દ્રષ્ટિને કરિયર તરીકે રાજ્યમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ રમાતી રમતને કારકિર્દી તરીકે માન્યતા આપી તેમજ રમતમાં મહારથ હાંસલ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા પોતાની દિકરીની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો. પોતાના માતા પિતાના વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવીને આજે તેનું પરિણામ આ રમતમાં પોતાના કાંડાનું કૌવત્ત બતાવીને ૯ મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 
 
ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત ૯મી “આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩”નું ગુલમર્ગ કાશ્મીર ખાતે ૨ થી ૪ ફેબ્રઆરી યોજાઈ હતી. જેમાં ભારતના કુલ ૧૮ રાજ્યએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાત રાજ્યથી ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં ૧ ગોલ્ડ , ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં ૧ સિલ્વર, ૨ બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી.
 
આ ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩માંગુજરાત રાજ્યમાંથી ૮ વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે. -:પોતાના અનુભવનો આપ્યો લાભ સમાજના દિકરા-દિકરીઓને:- પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા તથા ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્માએ પુરી ટીમ તૈયાર કરી કુલ-૨૦ ખેલાડીની ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવતા ગુજરાત તરફથી ભાગ લીધો હતો પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે કાશ્મીરનું તાપમાન ૭ ડિગ્રી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ ખૂબ સારૂ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. 
 
જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ મહેશભાઈ વસાવા અને સેકેટરી શ્રી રંજનબેન વસાવા તરફથી શુભેચ્છા પાઠવી હતી. -૦-૦-૦- (બોક્ષ ) ખેલાડીઓ નામની યાદી. જુનિયર ગર્લ:-૧) હિવા પ્રજાપતિ (૨) હેત્વી બલર(૩) રવિના પ્રસાદ (૪) વનશ્રી દેસાઈ જુનિયર બોય:-૧) મંતવ્ય ચલોડિયા (૨) પ્રિયદર્શી તિવારી (૩) પ્રિન્સ પટેલ (૪) પ્રિયદર્શન તિવારી સિનિયર ગર્લ૧) સીમરન અગ્રવાલ (૨) અંકિતા વારલેકર (૩) દ્રષ્ટિ વસાવા(૪) ઈસા વર્મા (૫) ઇવા પટેલ સિનિયર બોય:-૧) વિકાસ વર્મા (૨) પ્રવીણ શર્મા (૩) મિહિર પટેલ (૪) નિખિલ શર્મા (૫) પૃથ્વી ભોંયે(૬) ધર્મેશ વાર્લેકર (૭) વિષ્ણુ કેજરીવાલ (બોક્સ ) જાણો આઈસ સ્ટોક રમત વિશે આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લીધો હતો. આ રમતમાં બે થ્રો વચ્ચે અંતર 30 મીટર જેટલું અંતર હોઈ છે. અને આઈસ સ્ટોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોઈ છે. વિભાગ પ્રમાણે અપડેટ્સ આ રમતમા પણ હોઇ છે.

સંબંધિત સમાચાર

Next Article