રાજકોટમાં પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થી ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોત થયુ હોવાની શંકા

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (14:03 IST)
heart attack

- રાજકોટમાં પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થી ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોત થયુ હોવાની શંકા
- વિદ્યાર્થી રિસેષ બાદ વર્ગમાં આવ્યો અને અચાનક ચક્કર આવતાં બેભાન થઈ ગયો
- વિદ્યાર્થીને સામાન્ય શરદી થઈ હોવાની ફરિયાદ હતી
 
રાજકોટઃ ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયના લોકોના મોત થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડતાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરાઈ છે. 
 
રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપવા બેઠેલો મુદ્દિત નામના વિદ્યાર્થીને સામાન્ય શરદીની તકલીફ હતી. રીસેષ બાદ તે પરીક્ષા આપવા બેઠો અને તે અચાનક ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો.મુદિત નળિયાપરાની ઉંમર 17 વર્ષ છે અને ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે.
 
સ્કૂલના શિક્ષકે મીડિયાને જણાવ્યું હતું કે, ધો.12માં ભણતો વિદ્યાર્થી મુદિતને સવારે ચક્કર આવતા બેહોશ થઈ ઢળી પડ્યો હતો. આથી અમે તાત્કાલિક 108ને બોલાવી હતી. ફરજ પરના ઇએમટીએ સ્થળ પર જ CPR અને સારવાર આપી હતી. પરંતુ બેભાન હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.ડોક્ટરોએ ઇસીજી અને તમામ સારવાર કરી હતી. બાદમાં ડોક્ટરે કહ્યું કે, આમાં કોઈ ચાન્સ છે નહીં તેવો રિપોર્ટ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article