પતંગના માંજાથી ગુજરાતમાં પ્રથમ મોત, રાજકોટમાં યુવકનું ગળુ કપાયું

Webdunia
સોમવાર, 28 ડિસેમ્બર 2020 (17:27 IST)
ઉત્તરાયણને હવે માંડ 18 દિવસ બાકી છે તે પહેલાં ગુજરાતના રાજકોટમાં પતંગની દોરીએ એક યુવકનો જીવ લીધો છે. બાઇક પર જઇ રહેલા 39 વર્ષીય યુવકનું પતંગની દોરી વડે ગળું કપાઇ ગયું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આકસ્મિક ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે. 
 
મળતી માહિતી અનુસાર ગઇકાલે સાંજના અંદાજીત 6.30 વાગ્યા અરસામાં મવડીના અંકુર નગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય વિપુલ બકરાણીયા નામના પુરુષ નાના મવા રોડ પરથી પોતાના ઘર તરફ જતા હતા એ સમયે પતંગ ની દોરી ગળાના ભાગે લાગી જતા તેઓને ગંભીર રીતે ગળાના ભાગે ઇજા પહોંચી હતી જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમના પરિવારમાં પત્નિ છે અને એક નાની દીકરી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે વિપુલભાઇ ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.

સંબંધિત સમાચાર

Next Article