આકાશમાંથી પડ્યા સળગતો ગોળો ગુજરાતના દરિયામાં પડ્યો, તેની વિગતો અહીં

Webdunia
શુક્રવાર, 13 મે 2022 (12:06 IST)
ગુજરાતમાં આકાશમાંથી ત્રણ સ્થળોએ ભાલેજ, ખંભોળાજ અને રામપુરા રહસ્યમય પ્રકાશ પુંજ દેખાતાં લોકોમાં રોમાંચ ફેલાયો છે. આકાશમાંથી સળગતી વસ્તુ જમીન તરફ આવી રહી હોવાના દ્રશ્યો શનિવારે સાંજે રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યા. જેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
 
ત્યારે એક ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા. 
 
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભોળજ, રામપુરા અને હાલેજ ગામોમાં જોરદાર ધડાકા સાથે અવકાશમાંથી રહસ્યમય પદાર્થ ખાબક્યો હતો. અવકાશી ઉલ્કા જેવા આ પદાર્થનું વજન 5 થી 6 કિલોનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સેટેલાઇટની ગતિ જાળવવા માટે વપરાતા બોલ બેરીંગનો આ ગોળો હોઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરથી ફોરેન્સીક નિષ્ણાંતોને તેડાવવામાં આવ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article