કચ્છના રાપરની 70 વર્ષની મહિલાએ લગ્નનાં 45 વર્ષ પછી ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો

Webdunia
શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (08:53 IST)
રાપર તાલુકાના મોરા ગામનાં 70 વર્ષનાં જીવુબેન રબારીએ લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતા વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં.ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article