A 20-foot baby whale on the beach
ઓલપાડ તાલુકાના કાંઠે આવેલ અરબી સમુદ્રમાં વહેલ માછલી હોવાનું અહિં કિનારાના ગામોમાં રહેતા લોકો દ્વારા અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું હતું. પણ કોઈ દિવસ વ્હેલ માછલી હોવાના પુરાવા ન મળતા વાતો માત્ર અફવા હોવાનું કહેવાતું, પણ જ્યારે રવિવારે મોર ગામે અરબી સમુદ્રના કિનારા પર વ્હેલ માછલીનું મહાકાય બચ્ચું તણાઇ આવતા હવે તે વાત સાચી સાબિત થઈ છે. ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.