એંબુલન્સમાંથી પકડાઇ 25 કરોડની ડુપ્લીકેટ નોટ, ડ્રાઇવરની ધરપકડ

હેતલ કર્નલ
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (10:58 IST)
સુરત પોલીસે નકલી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરત પોલીસને 25.8 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. એમ્બ્યુલન્સમાં નકલી નોટોનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે જપ્ત કરવામાં આવેલી તમામ નકલી નોટો રૂ. 2,000ની છે જેને એમ્બ્યુલન્સ દ્વારા 6 બોક્સમાં લઈ જવામાં આવી રહી હતી.
 
જપ્ત કરાયેલી તમામ નોટો નકલી છે. પકડાયેલી તમામ 2 હજારની નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે. પોલીસ હજુ તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી.પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article