લ્યો બોલો!!! વેક્સીન ન લગાવી હોવાથી સુરતના વેપારીને ફટકર્યો 1000 રૂપિયાનો દંડ

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (08:13 IST)
સોમવારે સુરતના કાપડ બજાર અને હીરા બજારમાં આવનાર 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને આરટી પીસીઆર ટેસ્ટ અથવા કોરોના વેક્સીન લીધી હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ મહાનગરપાલિકા વહિવટીતંત્રએ કાપડ બજારમાં વેક્સીન આપવાનું કામ પુરજોશમાં શરૂ કરી દીધું છે. રવિવારે જરૂરી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ ન હોવાથી ઘણા લોકોને વેક્સીન લગાવવામાં આવી ન હતી.  
 
બીજી તરફ આશ્વર્યજનક ઘટનાક્રમમાં એક વેપારી પાસેથી વહિવટી અધિકારીઓએ વેક્સીન ન લગાવવા પર 1000 રૂપિયાનો દંડ ફટકારવાના સમાચાર છે. સ્થાનિક સમાચાર પત્રએ આ અંગે દંડની રસીદની પાવતી ફોટો પ્રકાશિત કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ઘટનાક્રમ બાદ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છેકે વેક્સીન લેવી અનિવાર્ય છે તો દંડ કેમ લેવામાં આવી રહ્યો છે. મનપા પાસે પુરી ક્ષમતાની નથી કે તમામ વેપારીઓને વેક્સીન આપી શકે. 
 
આ અંગેની પુષ્ટિ ટેક્સટાઇલ યુવા બ્રિગેડના અધ્યક્ષ લલિત શર્માએ પણ કરી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે તેમના સંગઠનના જ એક વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિશે અમે અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી છે. 
 
જ્યારે આ કેસએ જોર પકડતાં સુરત મહાનગર પાલિકા ડો આશીષ નાયકે સ્પષ્ટ કર્યું છે કે માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ હોઇ શકે છે. પરંતુ વેક્સીન ન લગાવવા પર દંડની હજુ સુધી કોઇ સૂચના મળી નથી.

સંબંધિત સમાચાર

Next Article