મહેસાણા બેઠક પર 10 લોકોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુશ્કેલી વધશે

Webdunia
શનિવાર, 29 ઑક્ટોબર 2022 (10:15 IST)
ભાજપ દ્વારા મહેસાણા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે આ બેઠક પર એકમાત્ર નીતિન પટેલે જ દાવેદારી નથી નોંધાવી, પરંતુ તેમની સામે અન્ય 10 નેતાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવતા મહેસાણાનું રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા મહેસાણા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે આ બેઠક પર એકમાત્ર નીતિન પટેલે જ દાવેદારી નથી નોંધાવી, પરંતુ તેમની સામે અન્ય 10 નેતાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવતા મહેસાણાનું રાજકારણ ગરમાયું છે.

નીતિન પટેલ સામે પૂર્વ સાંસદ નટૂજી ઠાકોર, ગિરીશ રાજગોર, કેશુભાઈ સુઢીયા અને રોહિત પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે આ વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી નીતિન પટેલ જ ચૂંટણી લડતા આવ્યા છે. જો કે હાલમાં જે રીતે રાજકીય સમીકરણો બની રહ્યાં છે, તેને જોતા નીતિન પટેલની મુશ્કેલી વધી શકે છે.ભાજપ માટે મહેસાણા સીટ સુરક્ષિત માનવામાં આવે છે. 1990થી આ બેઠક પરથી ભાજપના ઉમેદવારો વિજેતા બનતા આવ્યા છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી નીતિન પટેલ જ ચૂંટાઈને આવ્યાં છે.જો મહેસાણા વિધાનસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, 2012 અને 2017માં મહેસાણા સીટ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિજેતા બન્યા હતા. અગાઉ 2002 અને 2007માં ભાજપના ઉમેદવાર અનિલકુમાર પટેલ પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.વર્ષ 1990, 1995 અને 1998માં મહેસાણા બેઠક પરથી ભાજપના ખોડાભાઈ પટેલ વિજેતા બન્યા હતા. તેની પહેલા 1985માં કોંગ્રેસના મણિલાલ પટેલ વિજેતા બન્યા હતા.1981ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના રુપકુંવરબા ઝાલા જીત્યા હતા. 1980 અને 1975માં કોંગ્રેસના ભાવસિંહ ઝાલા વિજેતા બન્યા હતા. 1972માં કોંગ્રેસના દયાશંકર ત્રિવેદી વિજેતા થયા હતા.જ્યારે 1967માં સ્વતંત્ર પાર્ટીમાંથી કાંતિલાલ યાજ્ઞિક વિજેતા બન્યા હતા. 1962માં મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના શાંતિબેન પટેલ વિજેતા જાહેર થયા હતા.

સંબંધિત સમાચાર

Next Article