ઈંડા પનીર ભુરજી

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2017 (16:44 IST)
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો  ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે. 
 
સામગ્રી- 
* 1 ટેબલ સ્પૂન તેલ 
- 2 ટેબલ સ્પૂન લસણ 
- 70 ગ્રામ ડુંગળી
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 
- 130 ગ્રામ પનીર 
- 2 ઈંડા 
- 1 ટી સ્પૂન કાળી મરી 
- 1 ટેબલ સ્પૂન મીઠું 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
વિધિ- 1 પેનમાં તેલ નાખી ગર્મ કરો. તેમાં લસણ અને ડુંગળી નાખી શેકો. 
2. હવે તેમાં લીલા મરચા નાખી હલાવો. 
3. પનીર નાખી મિક્સ કરો. 
4. પછી તેમાં 2 ઈંડા ફોડીને નાખો અને 10 સેકંડ પછી તેને સતત હલાવતા રહો. 
5. કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
6. કોથમીર નાખી સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article