New Year 2024 Calendar : થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે. નવુ વર્ષ આવતા જ આપણે નવા નવા કેલેન્ડર ખરીદી લાવીએ છીએ. જેમા તારીખ, તહેવાર, વ્રત, રજા દરેક વાતની માહિતી હોય છે અને કેલેન્ડરને આપણે જ્યા ખાલી સ્થાન દેખાય ત્યા લટકાવી દઈએ છીએ. પણ શુ તમે જાણો છો કે કેલેન્ડર લગાવવાની પણ શુભ દિશા હોય છે. આપણે ઘરમાં કેલેન્ડર કંઈ દિશામાં લગાવવુ જોઈએ તેનુ વિશેષ ધ્યાન રાખવુ. આજે અમે તમને આ લેખમાં વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કેલેન્ડર લગાવવાના નિયમો બતાવીશુ જેમા ઘરની કંઈ દિશામાં કેલેન્ડર લગાવવુ જોઈએ જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય અને તમારા કામમાં અવરોધ ન આવે.
ઘરમાં લગાવો છો કેલેન્ડર તો રાખો આ વાતોનુ ધ્યાન
1. આ દિશામાં ભૂલથી પણ ન લગાવો કેલેન્ડર
કેલેન્ડર એક શુભ સૂચક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેલેન્ડરને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવવુ જોઈએ. તેનાથી ઘરના સભ્યો પર તેની ખરાબ અસર પડે છે. આ ઉપરાંત પ્રોગ્રેસના બધા રસ્તા પણ રોકાય જાય છે. કેલેન્ડરને ક્યારે પણ ઘરના મુખ્ય દરવાજા પર કે દરવાજાની પાછળ ભૂલથી પણ ન લગાવશો.
2. કેલેન્ડર સાથે આવી તસ્વીરો ન લગાવો
જ્યા તમે તમારુ કેલેન્ડર લગાવો છો ત્યા ક્યારેય પણ યુદ્ધ, લોહિયાળ લડાઈ, પાનખર ઋતુ સાથે સંકળાયેલી તસ્વીર ન લગાવવી જોઈએ. આ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે.
3. જૂના કેલેન્ડર પર ન લગાવો નવુ કેલેન્ડર
અનેકવાર એવુ થાય છે કે આપણે જૂના કેલેન્ડર પર જ નવુ કેલેન્ડર લગાવી દે છે. જેનાથી ઘરમાં આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે અને તમને વાસ્તુ દોષ પણ લાગી શકે છે.
4. ઘરની આ દિશામાં લગાવો કેલેન્ડર
ઘરના પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાં કેલેન્ડર લગાવવુ શુભ માનવામાં આવે છે. અહી કેલેન્ડર લગાવવાથી સુખ સમૃદ્દિ આવે છે અને તમારા બધા કામ ઝડપથી થવા માંડે છે.
5. આ રંગોનુ કેલેન્ડર લગાવવુ હોય છે શુભ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં હંમેશા લીલુ, ભુરુ, સફેદ અને લાલરંગનુ કેલેન્ડર લગાવવુ જોઈએ તેને લગાવવી ખૂબ શુભ માનવામાં આવે છે.