યૂપી ચૂંટણી પહેલા યોગી સરકાર યોગી પ્રધાનમંડળનું વિસ્તરણ?

Webdunia
રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (14:37 IST)
યોગી પ્રધાનમંડળનું વિસ્તરણ?
 
ઉતર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ (Uttar Pradesh Cabinet Expansion) આજે સાંજે થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ (Sanjay Nishad), જિતિન પ્રસાદ(Jitin Prasad), સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની પત્ની સંગીતાને પણ પ્રધાન બનાવાઈ શકાય છે.
 
હવે યોદી મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં જે નામ સામે આવી રહ્યા છે તેમાં જિતિન પ્રસાદ, પલટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટિક, ધર્મવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનું નામ સામેલ છે. આ લોકોમાં પણ જિતિન પ્રસાદ બ્રાહ્મણ અને અન્ય ઓબીસી કે દલિત છે.
 
કેબિનેટ વિસ્તરણની સાથે સાથે ઘણા પ્રધાનોને પણ પડતા મૂકાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણ આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ થઈ શકે છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ (Governor Anandiben Patel) વિસ્તરણ પહેલા લખનૌ પહોંચશે.

સંબંધિત સમાચાર

Next Article