હજુ કેટલા દિવસ તબાહી કરશે કોરોના, ક્યારે ઘટશે કોરોનાના કેસ ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (09:29 IST)
દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કોરોનાની બીજી લહેરે ભારતમાં એવી તબાહી મચાવી છે કે ચારે બાજુ હોસ્પિટલ,બેડ અને ઓક્સિજન માટે હાહાકાર મચ્યો છે. આ દરમિયાન જાણીતા રસીકરણ વિશેષજ્ઞ ગગનદીપ કાંગે કહ્યુ છે કે કોરોના વાયરસ મામલામાં વર્તમાન વૃદ્ધિ મે ના મધ્યથી અંત સુધી નીચે આવી શકે છે.  કાંગે કહ્યુ કે કોરોના વાયરસના કેસમાં એક કે બે વધુ ઉછાળ આવી શકે છે. પણ કદાચ તે  વર્તમાન સમય જેવો ખરાબ નહી રહે. 
 
તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં કોરોના એ વિસ્તારોમાં ફેલાય રહ્યો છે જ્યા તે ગયા વર્ષે પહોંચ્યો નહોતો મતલબ હવે મધ્યમ વર્ગના લોકો ભોગ બની રહ્યા છે.  ગ્રામીણ વિસ્તારમાં પણ પગ પ્રસારી રહ્યો છે. પણ વાયરસ યથાવત રહેવાની શક્યતા ઓછી છે.  રસી અંગેના ભયને દૂર કરતા તેમણે જણાવ્યું હતું કે રસી અસરકારક છે અને રસીકરણ અભિયાનને વેગ આપવાની જરૂર છે. કાંગ એ  કોરોના વાયરસની તપાસણીના સંખ્યામાં થયેલા ઘટાડા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કેસની સરેરાશ તપાસથી પ્રાપ્ત આંકડા કરતા અનેકગણી વધુ છે. 
 
તેમને એક સવાલના જવાબમાં કહ્યુ કે વિવિધ મોડલો મુજબ સૌથી સાચુ અનુમાન આ મહિનાના મધ્ય અને અંતની વચ્ચે ક્યાક છે. જો કે કેટલાક મોડલ મુજબ આ જૂનના શરૂઆતમાં હશે, પણ અમે જે જોઈ રહ્યા છે તેના મુજબ આ મે ના મઘ્યથી અંત સુધી છે. વાયરસની લહેરો વઇશે અનુમના સંબધમાં કાંગે કહ્યુ કે કોઈપણ વ્યક્તિ આ અનુમાન લગાવવા માટે વાયરસના પ્રકારની વિશેષતા અને મહામારીની વિવિધ વાતોનો ઉપયોગ કરી શકે છે કે કોઈ વિશેષ સ્થળ પર શુ થવા જઈ  રહ્યુ છે,
 
જ્યારે તેમને આ વાયરસના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ખરેખર ખરાબ ફ્લૂ વાયરસ મુજબનુ હવામાન રહેશે. તે હવામાન મુજબ નવા નવા રૂપ ધારણ કરશે, તે શાંત થઈ જશે અને એ કે લોકો વારેઘડીએની પ્રતિરોધકતા અને રસીકરણને લીધે એક ચોક્ક્સ સ્તરની રોગપ્રતિકારક શક્તિ  પ્રાપ્ત કરી લેશે. 

સંબંધિત સમાચાર

Next Article