રાજનીતિથી હટીને પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલ રોચક કિસ્સા સાથે લોકસભા વચ્ચે અભિનેતા અક્ષય કુમારે ખાસ ઈંટરવ્યુ લીધો. પીએમ મોદીએ આ ઈંટરવ્યુમાં પોતાના જીવ સાથે જોડાયેલ એ પહેલુઓ પર વાતચીત કરી જે દરેક સામાન્ય નાગરિક તેમના વિશે જાણવા માંગે છે. જેવી કે શુ પ્રધાનમંતેરેને પણ કેરી ખાવી પસંદ છે. શુ તેમની મન પોતાની માતા, ભાઈ અને સંબંધીઓ સાથે રહેવાનુ નથી થતુ.
આવો જાણીએ પીએમ મોદીના વાયરલ થયેલા ઈંટરવ્યુના ખાસ અંશ
અક્ષય - શુ તમને કેરી ખાવી પસંદ છે કે નહી ?
પીએમ મોદી - કેરી ખાવી પસંદ છે. જે રીતની પરિવારની સ્થિતિ હતી. ત્યારે કેરી ખરીદવાની ક્ષમતા નહોતી. તેથી ખેતરમાં જતા હતા તો ખેડૂત પણ ખાવાની ના નહોતા પાડતા. ઝાડ પરથી પાકી કેરી તોડીને ખાવી ગમતી હતી. જો કે હવે કેરી ખાવા પર કંટ્રોલ કરવો પડે છે.
પીએમ મોદી - ક્યારેય નહોતુ વિચાર્યુ કે દેશનો પ્રધાનમંત્રી બનીશ. જે નહોતુ વિચાર્યુ એ બની ગયો. હુ બાળપણથી વિચારતો હતો કે નાની-મોટી કોઈ નોકરી કરીશ. મા ખુશ થઈ જશે. જે લોકો પીએમ બની જાય છે તેમના બધાના મગજમાં આવુ નહી રહ્યુ હોય.
અક્ષય - શુ મોદી સંન્યાસી કે સૈનિક બનવા માંગતા હતા ?
પીએમ મોદી - બાળપણથી જ મોટા લોકોની આત્મકથા વાંચવાનો શોક હતો. સૈનિકોને સેલ્યુટ કરવુ ગમતુ હતુ. 1962નુ યુદ્ધ થયુ તો સ્ટેશન પર સૈનિકોનો મોટો સત્કાર કરવામાં આવતો હતો. ત્યારે મનમાં ખ્યાલ આવ્યો કે આ રસ્તો દેશ માટે મરવા મટવાનો છે. મનમાં દેશની સેવાની ભાવના હતી. રામકૃષ્ણ મિશન આશ્રમમાં પહોંચ્યો. 20 વર્ષની આસપાસની વયમાં ખૂબ ફર્યો. ભટક્યો અને દુનિયા જોઈ.
અક્ષય - શુ પીએમ મોદીને ગુસ્સો આવે છે ?
પીએમ મોદી - ઓફિસરો સાથે મારો દોસ્તાના વ્યવ્હાર છે. ક્યારેક ક્યારેક તેમને જોક્સ સંભળાવુ છુ. બધા દળ એક પરિવારની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. મમતા દીદી મને વર્ષમાં એક બે કુર્તા મોકલતી રહે છે. અનેકવાર તો તે મીઠાઈ પણ મોકલે છે. નારાજ અને ગુસ્સો તો મનુષ્યના સ્વભાવનો એક ભાગ છે. પણ તે પોતે નક્કી કરવાનુ છે કે તમારે શુ કરવાનુ છે. લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યો, પ્રધાનમંત્રી રહ્યો પણ ચપરાસીથી લઈને પ્રિસિપલ સેક્રેટરી સુધી કોઈ પર ગુસ્સો કાઢવાનો સમય મળ્યો નથી. હા હુ થોડો કડક જરૂર છુ. હુ અનુશાસિત છુ પણ ક્યારેય કોઈને નીચો નથી બતાવતો.