મંગળવારે એક મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ સૂચના આપવામાં આવી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ સૂચના આપી છે.
કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ આદેશમાં રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈનોના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી.
કેન્દ્રએ આ આદેશ પર સવાલો ઉઠાવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બંધારણીય સંસ્થાઓના હાથ આ રીતે ન બાંધવો જોઈએ જેના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું- જો કાર્યવાહી બે અઠવાડિયા સુધી રોકી દેવામાં આવે તો આકાશ નહીં ફૂટે. તમે તેને રોકો, 15 દિવસમાં શું થશે?