ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો પ્રારંભ થયો છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે લોકોને ગરમી અને હીટવેવથી રાહત આપી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે. આ પછી ફરીથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 16 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.