સુખવિંદરસિંહ સુક્ખુ બનશે હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રી

Webdunia
રવિવાર, 11 ડિસેમ્બર 2022 (08:59 IST)
કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં તેમના મુખ્ય મંત્રીપદના નેતા તરીકે સુખવિંદર સુક્ખુને પસંદ કર્યા છે.
 
સુખવિંદર સુક્ખુ રવિવારે (આજે) શપથ લેશે. કૉંગ્રેસના નિરિક્ષકોની હાજરીમાં કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સુખવિંદર સુક્ખુને ચૂંટાયેલી પાંખના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા.
 
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીપદના દાવેદારમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભા વીરભદ્રસિંહ પણ હતાં. તેમના સમર્થકોએ શિમલામાં કૉંગ્રેસ પક્ષની બેઠક પહેલાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
 
જોકે, પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે, તેઓ કૉંગ્રેસના હાઈ કમાન્ડનો નિર્ણય સ્વીકારે છે.
 
મીડિયા સાથે વાત કરતા છત્તીતગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, સુખવિંદરસિંહ સુક્ખુ મુખ્ય મંત્રી બનશે અને 'મુકેશ અગ્નિહોત્રી ઉપમુખ્ય મંત્રી પદની શપથ લેશે.'

સંબંધિત સમાચાર

Next Article