રાજસ્થાન(Rajasthan) ના ખાટૂશ્યામ મંદિર (Khatushyam Ji Temple) માં આજે સોમવારે સવારે 5 વાગ્યે મેળામાં ભાગદોડથી 3ના મોત થઈ. આ ઘટનામાં ઘણા ભક્તો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન નાસભાગમાં ઘાયલ ત્રણ શ્રદ્ધાળુઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે ખાટુશ્યામજી મંદિરમાં નાસભાગ કેમ મચી? ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જણાવીએ કે ખાટૂશ્યામજી મંદિર રાજસ્થાનના સીકર (Sikar)માં સ્થિત છે. અહીં ચાલી રહેલા માસિક મેળા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. નાસભાગમાં ઘાયલ બે લોકોને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે.
તમને જણાવી દઈએ કે આજે (સોમવારે) સવારે 5 વાગે ખાટુશ્યામ જી મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડનું દબાણ વધવા લાગ્યું અને પછી નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા છે.