બિહારના મધુબની રેલ્વે સ્ટેશન પર મહા કુંભમાં જતા યાત્રિકોના ધસારાને કારણે કથિત રીતે ટ્રેનમાં ચઢી ન શકતા લોકોએ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસના એરકન્ડિશન્ડ (AC) કોચનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. બિહાર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, “10 ફેબ્રુઆરીની સાંજે મધુબની રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરોએ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસના એસી કોચના કાચ તોડી નાખ્યા હોવાની માહિતી મળી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માહિતી મળતાની સાથે જ પોલીસ તરત જ રેલ્વે સ્ટેશન પર પહોંચી જ્યાં સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ જયનગરથી પ્રયાગરાજ જતી વખતે મધુબની રેલ્વે સ્ટેશન પર રોકાઈ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્રેનમાં મુસાફરોના ધસારાને કારણે, એસી કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા મુસાફરો દરવાજો ખોલી રહ્યા ન હતા જ્યારે પ્લેટફોર્મ પર હાજર કેટલાક મુસાફરોએ તે જ ડબ્બામાં રિઝર્વેશન કર્યું હતું. ધક્કા-મુક્કી અને ભાગદોડના કારણે કેટલાક કમ્પાર્ટમેન્ટના કાચ તૂટી ગયા હતા. આ અંગે રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
<
In the Swatantrata Senani Express going from Jaynagar to Delhi via Prayagraj, A crowd of passengers going to Maha Kumbh broke the bogies of the AC coach of Indian Railways: pic.twitter.com/Lu64Cliput
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 11, 2025
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >