ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ફિલ્મ 'પુષ્પાઃ (Pushpa) ધ રાઇઝ'ને કારણે ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. એક્ટરની સાથે સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ તથા સામંથા રૂથ પ્રભુ પણ ચર્ચામાં આવ્યા હતા.
હવે ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે દંડ વસૂલ્યો હતો.
આ પહેલાં તેલુગુ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ, કલ્યાણ રામ, જુનિયર NTR, માંચુ મનોજને પણ કારમાં કાળો રંગનો કાચ હોવાથી હૈદારબાદ પોલીસ અટકાવ્યા હતા અને દંડ ભરાવ્યો હતો.