રાજનીતિમાં પ્રિયંકા વાડ્રાની એંટ્રી, મહિલાઓનુ સમર્થન મેળવવા રાહુલનો મોટો દાવ

Webdunia
બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:01 IST)
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 પહેલા પ્રિયંકા ગાંધીને મોટુ પદ આપતા ઉત્તર પ્રદેશની પ્રભારી બનાવી છે. 

પ્રિયંકા ગાંધી કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે અને અત્યાર સુધી પોતાની માતા સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર તથા રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર અમેઠીની સંભાળ લેતાં હતાં. હવે તેમને સીધી જ લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
 
પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાની માગણી લાંબા સમયથી થતી રહી છે. રાહુલ ગાંધીની સતત નિષ્ફળતાના દૌરમાં કોંગ્રેસીઓએ એવી માંગણી પણ કરી હતી કે, રાહુલ ગાંધીના બદલે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવે.
 
પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહથી પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે. પાર્ટીએ આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને એઆઇસીસીના મહાસચિવ બન્યા છે. તેમને પશ્ચિમી યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. આની પહેલાં મધ્યપ્રદેશમાં તેમને ડેપ્યુટી સીએમ બનાવાની અટકળો હતી. અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવ્યા છે. કે.સી.વેણુગોપાલ કૉંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.  
 
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાની અને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સોંપવી કૉંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક મનાય છે. આ ક્ષેત્રની કેટલીય સીટો પર કૉંગ્રેસનો સારો પ્રભાવ છે. ફૂલપુરના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ સાંસદ હતા. ઇલ્હાબાદ, પ્રતાપગઢ, વારાણસી, મિર્ઝાપુર સહિતના કેટલાંય જિલ્લામાં કૉંગ્રેસનો સારો પ્રભાવ છે.

સંબંધિત સમાચાર

Next Article