મોદીની કૃષ્ણ ભક્તિ - 112 કિલો કમળના ફુલોથી કરી તુલાભરમ રસ્મ

Webdunia
શનિવાર, 8 જૂન 2019 (16:08 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અહી ભગવાન શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અને વિશેષ તુલાભારમ અનુષ્ઠાન કર્યુ. મોદીએ અહી 10 વાગીને 15 મિનિટ પર ગુરૂવાયૂર મંદિરમાં પહોંચ્યા અને તેમણે કેરલના પારંપારિક મુંડુ (ધોતી) અને અંગવસ્ત્રમ પહેરીને પૂજા અર્ચના કરે. મોદીએ ગુરૂવાયૂ મંદિરમાં તુલાભરમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી મંદિર પ્રશાસને આ માટે તમિલનાડુથી 112 કિલો કમળના ફુલ મંગાવ્યા હતા. 
 
સંસદના સ્પીકર ચૂંટાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહે પીએમ મોદીને માલદીવ સંસદને સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ 2018માં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે માલદીવનો પ્રવાસ કર્યો હતો. બાદમાં ડીસેમ્બરમાં સોલિહ ભારત આવ્યા હતા.
 
માલદીવ અને શ્રીલંકા જતા પહેલા પીએમ મોદીએ શુક્રવારે કહ્યું માલદીવ અને શ્રીલંકાની યાત્રાથી ભારત દ્વારા પડોશી પહેલાની નીતિને મહત્વ આપવાનું પ્રતિબિંબ થાય છે અને તેનાથી દરિયાથી ઘેરાયેલા બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે
 

સંબંધિત સમાચાર

Next Article