રાજ્યસભામાં હોબાળો, ગૃહમાં સાંસદો અને માર્શલો વચ્ચે ધક્કા-મુક્કી, વિપક્ષનો સતત સરકાર પર હુમલો, વિપક્ષોએ આ ઘટનાને ગણાવી લોકતંત્રની હત્યા

Webdunia
ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (16:43 IST)
રાજ્યસભામાં હોબાળાનો ગૃહમાં સાંસદો અને માર્શલો વચ્ચે ધક્કા-મુક્કીની તસવીરો સામે આવી, સરકારના મંત્રીઓએ કહ્યું- વિપક્ષ મગરનાં આંસુ ના વહાવે.
ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બુધવારે થયેલા હોબાળા અને ધક્કા-મુક્કી મુદ્દે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સહિત 15 વિપક્ષોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી છે, જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે ડિફેન્સિવ થઈ ગઈ છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે વિશે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યો છે.
આ મુદ્દે ગુરુવારે બપોરે કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ-કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કામમાં રોડા નાખવાનું કામ વિપક્ષે કર્યું છે અને તેથી તેમણે દેશની માફી માગવી જોઈએ. વિપક્ષને મગરનાં આંસુ વહાવાની કોઈ જરૂર નથી.

સંબંધિત સમાચાર

Next Article