મુંબઈના પોશ એરિયામાં એક ફ્લેટનુ ભાડુ છે માત્ર 64 રૂપિયા, પણ એક શરતને કારણે 11 વર્ષથી પડ્યો છે ખાલી

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (14:20 IST)
. દક્ષિણ મુંબઈ એવો પૉશ વિસ્તાર છે જ્યા રહેવા માટે લોકો ઘર શોધતા હોય છે અને ઊંચામાં ઊંચી કિમંત આપવા માટે પણ તૈયાર રહે છે. બીજી બાજુ અહીના તાડદેવ વિસ્તારની સ્લીટર રોડ પર 800 વર્ગ ફીટનો એક ફ્લેટ એવો પણ છે એનુ ભાડુ માત્ર 64 રૂપિયા છે અને આ માત્ર એક શરતને કારણે 11 વર્ષથી ખાલી પડ્યુ છે. 
 
મુંબઈ પોલીસના અનેક કર્મચારી કરી ચુક્યા છે એપ્લાય 
 
ઉલ્લેખનીય છે કે આ ફ્લેટ ઘુનજીબૉય બિલ્ડિંગમાં 1940માં મુંબઈ પોલીસના પારસી ઓફિસરોના રહેવા માટે પારસી સમુદાય દ્વારા અલૉટ કરવામાં આવ્યુ હતુ. આ મકાનની માલિકિ પારસી ટ્રસ્ટ આર. ડી મહાલક્ષ્મીવાળા ચેરિટી બિલ્ડિંગ ટ્રસ્ટ પાસે છે. આ ટ્રસ્ટનુ મુંબઈ પોલીસ સાથે સમઊતી થઈ હતી કે આ એપાર્ટમેંટ ફક્ત પારસી પોલીસ અધિકારીને રહેવા માટે આપવામાં આવશે. અહી છેલ્લીવાર એક સહાયક પોલીસ આયુક્ત ફિરોઝ ગંજિયા રહેતા હતા. પણ 2008માં તેઓ તેને છોડીને જતા રહ્યા.  ત્યારથી આ ફ્લેટ ખાલી પડ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ફ્લેટ માટે મુંબઈ પોલીસના અનેક કર્મચારી એપ્લાય કરી ચુક્યા છે પણ પારસી ટ્રસ્ટની શરતને કારણે અત્યાર સુધી કોઈને પણ આ ફ્લેટ આપવામાં આવ્યો નથી. 

સંબંધિત સમાચાર

Next Article