આતંકીઓએનો બદલો - J&K પોલીસ કર્મચારીઓના સંબંધીઓને બનાવ્યા નિશાન, 8 લોકોનુ કર્યુ અપહરણ

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (10:58 IST)
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ સુરક્ષાબળ અને ભારતીય સેનાના જવાનોનુ મનોબળ તોડવા માટે આતંકી સંગઠઓએ ક્રૂર પગલા ઉઠાવ્યા છે. આતંકી રાજ્યની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસ કર્મચારીઓના સંબંધીઓને નિશાન બનાવી રહી છે.  પહેલા સામાન્ય નાગરિકો અને સેનાના અધિકારીઓને નિશાન બનાવ્યા બાદ હવે આતંકીઓના નિશાના પર પોલીસકર્મીઓના પરિવારજનો અને સંબંધીઓ આવી ગયા છે.
 
 
આતંકવાદીઓએ આ ઘટનાની એવા સમયે અંજામ આપ્યો છે જ્યારે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ ગઈ કાલે હિઝબુલ મુઝાહિદ્દીનના કુખ્યાત આતંકી સૈયદ સલાહુદ્દીનના દિકરાની ધરપકડ કરી છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે અપહરણ કરાયેલા લોકોને અને અપહરણકર્તાઓને ઝડપી પાડવા રાજ્યભરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.
 
જોકે હાલ પોલીસે આ મામલે કોઈ જ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. પોલીસે માત્ર એટલુ જ કહ્યું છે કે, તે અપહ્યત કરવામાં આવેલાઓના રિપોર્ટની જાણકારી મેળવી રહી છે. જ્યારે આ મામલે જાણકારી ધરાવતા અધિકારીઓએ કહ્યું છે કે, આતંકવાદીઓએ લગભગ 5 લોકોનું શોપિયાં, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી અપહરણ કર્યું છે. જેમનું અપહરણ કરવામાં આવ્યું છે તે તમામ જમ્મૂ-કાશ્મીર પોલીસકર્મીઓના સગાસંબંધીઓ છે.
 
ઉલ્લેખનીય છે કે, આતંકીઓએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે એનઆઇએએ આતંકવાદી સૈયદ સલાઉદ્દીનના બીજા પુત્રની ધરપકડ કરી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ ગુરુવારે સવારે શ્રીનગરથી હિઝબૂલ મુઝાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહેમદના તેના ઘરે જ ઘરપકડ કરાઇ, આ ધરપકડ આતંકી ફન્ડિંગના મામલે કરવામાં આવી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article