UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2024 (00:01 IST)
massive fire in mathura refinery
યુપીના મથુરા રિફાઈનરીમાં ભીષણ આગ લાગી છે. આગમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીમાં ગેસ લીક ​​થવાને કારણે આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મથુરા રિફાઈનરીમાં લાગેલી નાની આગમાં બે કામદારો દાઝી ગયા હતા. તમને જણાવી દઈએ કે મથુરા રિફાઈનરીમાં 40 દિવસનું શટડાઉન ચાલી રહ્યું છે.

<

MATHURA
मथुरा ऑयल रिफाइनरी में भीषण आग,
कई लोग के जलने की सूचना!@mathurapolice pic.twitter.com/GkUc85HXz4

— हिमांशु शुक्ल (@himanshu_kanpur) November 12, 2024 >
 
બતાવાય રહ્યું છે કે આ રિફાઈનરીના એબીયુ પ્લાન્ટને 40 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. બધું ફાઇનલ થયા બાદ તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો. એવું અનુમાન છે કે તેમાં લીકેજ હતું અને ફર્નેસ ફાટવાને કારણે બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ પ્લાન્ટમાં આગ લાગી હતી.
 
ત્રણ લોકોની હાલત ગંભીર  
 
આગમાં દાઝી ગયેલા 10 લોકોમાંથી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને વધુ  સારવાર માટે દિલ્હી ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પ્લાન્ટ બંધ થયા બાદ સ્ટાર્ટ-અપ એક્ટિવિટી ચાલી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. મથુરા રિફાઈનરીના જનસંપર્ક અધિકારી રેણુ પાઠકે જણાવ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ કાબૂમાં છે. બેદરકારી જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article