દિલ્હી AIIMSમાં આજે સવારે એઈમ્સના ડાયરેક્ટરની ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ભીષણ આગને કારણે ફર્નિચર અને ઓફિસના રેકોર્ડને ભારે નુકસાન થયું છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
આગની જાણકારી તરત જ ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ 7 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.