JEE એડવાન્સ પરિણામ 2022: ભારતીય ટેકનોલોજી સંસ્થાન, બોમ્બેએ JEE એડવાન્સ 2022 ના પરિણામો જાહેર કર્યા છે. સંસ્થા દ્વારા IIT JEE ટોપર્સના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. IIT બોમ્બે ઝોનના આરકે શિશિરે પરીક્ષામાં ટોપ કર્યું છે, ત્યારબાદ IIT દિલ્હી ઝોનની તનિષ્કા કાબરા, જે છોકરીઓમાં ટોપર છે. જણાવી દઈએ કે, RK શિશિરે JEE (Advanced) 2022 માં 360 માંથી 314 અને તનિષ્કા કાબરાએ 360 માંથી 277 માર્ક્સ મેળવ્યા છે.
બીજી તરફ, આરકે શિશિર પછી, પોલ્લુ લક્ષ્મી સાઈ લોહિત રેડ્ડી અને થોમસ બિજુ ચિરામવેલિલે CRL રેન્ક 2 મેળવ્યો છે, ત્યારબાદ વંગાપલ્લી સાઈ સિદ્ધાર્થ CRL રેન્ક 4 પર અને મયંક મોટવાણી CRL રેન્ક 5 પર છે. જણાવી દઈએ કે, આ વર્ષે કુલ 160038 ઉમેદવારો નોંધાયા હતા અને 155538 બંને પેપર માટે હાજર રહ્યા હતા, જેમાંથી 40712 ઉમેદવારો ક્વોલિફાઈ થયા હતા.