ઈસરો વૈજ્ઞાનિકનો દાવો, મને ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો હતો

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (07:41 IST)
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)ના  સિનિયર એડવાઇઝર ડો. તપન મિશ્રાએ દાવો કર્યો છે કે ત્રણ વર્ષ પહેલા તેમને ઝેર આપીને મારવાની કોશિશ થઈ હતી. તેમણે જણાવ્યુ, 23 મે 2017 ના રોજ ઈસરો મુખ્યાલયમાં પ્રમોશન ઈંટરવ્યુ દરમિયાન તેમને ખતરનાક આર્સેનિક ટ્રાઈઑક્સાઈડ આપવામાં આવ્યુ હતુ.  તેમણે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે ભારત સરકાર આની તપાસ કરે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેંટરના પૂર્વ નિદેશક મિશ્રાએ મંગળવારે ફેસબુક પોસ્ટ લખીને લાંબા સમયથી રહસ્ય બનેલ આ વાતનો ખુલાસો કર્યો. મિશ્રાના કહેવા મુજબ બપોર પછી નાસ્તામાં તેમને ડોસા સાથે આપવામાં આવેલ ચટણીમાં ઝેર ભેળવીને આપવામાં આવ્યુ હતુ. હાલ ઈસરોમાં વરિષ્ઠ સલાહકારના રૂપમાં કામ કરી રહેલ મિશ્રા આ મહિનાના અંતમાં સેવામુક્ત થઈ જશે. જો કે તેમને એ જાણ નથી કે ઝેર કોણે અને કેમ આપ્યુ. 


 

દવાની રિપોર્ટ અને ફોટો ફેસબુક પર શેયર કર્યો 
 
તેમણે લખ્યું છે કે જુલાઈ 2017 માં, ગૃહ વિભાગના સુરક્ષા અધિકારીઓએ આર્સેનિકથી થનારા જોખમો અંગે તેમને ચેતવણી આપી હતી. મિશ્રાએ કહ્યું કે તેમણે ડોકટરોને આપેલી માહિતીને કારણે તેમની સચોટ સારવાર કરવામાં આવી અને તે બચી ગયા. જો કે ઝેરની શરીર પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેમને લાંબા સમય સુધી સારવાર લેવી પડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ, ફંગલ ઇન્ફેક્શન અને ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ હતી. તેમણે પોતાનો ટેસ્ટ રિપોર્ટ, સારવારનુ પ્રિસ્ક્રીપ્શન અને ત્વચાની સમસ્યાઓના ફોટા પણ ફેસબુક પર પોસ્ટ કર્યા છે.


તેમણે તેને તંત્રની મદદની મદદથી કરવામાં આવેલો આંતરરાષ્ટ્રીય હુમલો ગણાવ્યો છે. ડો. વિક્રમ સારાભાઇ રહસ્યમય મોતનો હવાલો આપીને કેન્દ્ર સરકરે તપાસની માંગ કરી છે. આવા હુમલા મહત્વપૂર્ણ સિંથેટિક અપર્ચર રડાર બનાવનાર વૈજ્ઞાનિકને રસ્તામાંથી દૂર કરવા માટે કરવામાં આવે છે. 
 
ડો. મિશ્રાના અનુસાર છેલ્લા ઘણા દિવસોથી તેમણે આ રહસ્ય છુપાવી રાખ્યું હતું. અંતે તેમણે તેને સાર્વજનિક કરવું પડી રહ્યું છે. પહેલીવાર 23 મે 2017ના રોજ બેંગલુરૂ મુખ્યાલયમાં પ્રમોશન ઇન્ટરવ્યું દરમિયાન ઓર્સેનિક ટ્રાઇઓક્સાઇડ આપ્યું હતું. તેને સંભવ લંચ બાદ ઢોસાની ચટનીમાં મિક્સ કરવામાં આવ્યું હતું, જેથી લંચ પછી મારા પેટમાં રહે. પછી શરીરમાં ફેલાઇને બ્લડ ક્લોટિંગનું કારણ બને અને હાર્ટ એટેકથી મોત થઇ જાય પરંતુ મને લંચ લાવ્યું નહી. એટલે ચટણી સાથે થોડો ઢોસો ખાધો. આ કારણે કેમિકલ પેટમાં ટક્યું નહી. જોકે તેની અસરથી બે વર્ષ ખૂબ રહી બ્લડીંગ થયું. 
 
બીજો હુમલો ચંદ્રયાન 2ના લોન્ચિંગના બે દિવસ પહેલાં થયો હતો. 12 જુલાઇ 2019ના રોજ હાઇડ્રોઇજન સાયનાઇડથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એનએસજી ઓફિસરની સજાગતાથી જીવ બચી ગયો. મારા હાઇ સિક્યોરિટી ઘરમાં સુરંગ બનાવીને ઝેરી સાપ છોડવામાં આવ્યા હતા. ત્રીજી વાર સપ્ટેમ્બર 2020માં આર્સેનિક આપીને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મને શ્વાસની ગંભીર બિમારી, ચામડી નિકળવી, ન્યૂરોલોજિકલ અને ફંગલ ઇંફેક્શન સમસ્યા થવા લાગી. 
 
ડો. મિશ્રાના અનુસાર એમ્સ દિલ્હીના ડો. સુધીર ગુપ્તાએ તો કહ્યું કે તેમના કેરિયરમાં આર્સેસિનેશન ગ્રેડ મોલિક્યૂલર 'એએસ203'થી બચાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. જૂન 2017માં એક ડાયરેક્ટર સાથી અને ગૃહ મંત્રાલયના અધિકારીએ ઝેર આપવાને લઇને ચેતવ્યા હતા. ડો. મિશ્રાએ સમગ્ર ઘટનાક્રમને તંત્રની મદદથી કરવામાં આવેલો આંતરરાષ્ટ્રીય જાસૂસી હુમલો ગણાવ્યો છે. 
 
એવામાં હુમલાનો ઉદ્દેશ્ય સૈન્ય અને કોમર્શિયલ મહત્વપૂર્ણ સિંથેટિક અપર્ચર રડાર બનાવનાર વૈજ્ઞાનિકને ટાર્ગેટ બનાવવા અથવા રસ્તામાંથી દૂર કરવાનો હોય છે. તેમણે પીડા સીનિયર્સને કહી. પૂર્વ ચેરમેન કિરણ કુમારે સાંભાળી, જ્યારે ડો. કસ્તૂરીરંગન અને માધવન નાયરે ના પાડી. ત્યારબાદ પણ હત્યાનો પ્રયત્ન ચાલુ રહ્યો. 
 
અમદાવાદ સ્થિત ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેંટર (સેક)માં 3 મે 2018ના રોજ બ્લાસ્ટ થયો હતો, જેમાં જીવ બચી ગયો. બ્લાસ્ટમાં 100 કરોડ રૂપિયાની લેબ નષ્ટ થઇ ગઇ. જુલાઇ 2019માં એક ભારતીય અમેરિકન પ્રોફેસર મારી ઓફિસમાં આવ્યા હતા. મોંઢું ન ખોલવાની અવેજમાં મારા પુત્રને અમેરિકાની ઇંસ્ટીટ્યૂટમાં એડમિશનની ઓફર કરી. મેં ના પાડી તો મારે સેક ડાયરેક્ટરનું પદ ગુમાવવું પડ્યું. 
 
ડો. મિશ્રાના અનુસાર બે વર્ષથી ઘરમાં કોબરા, કરૈત જેવા ઝેરી સાપ મળી રહ્યા છે. તેનો સામનો કરવા માટે દર 10 ફૂટ પર કાર્બોલિક એસિડની સુરક્ષા જાળી છે. તેમછતાં સાપ મળી રહ્યા છે. એક દિવસ ઘરમાં એલ અક્ષરના આકારની સુરંગ મળી, જેથી સાપ છોડવામાં આવી રહ્યા હતા. આ લોકો ઇચ્છે છે હું તે પહેલાં મરી જઉ તો તમામ રહસ્ય દફન થઇ જશે. દેશ મને અને મારા પરિવારને બચાવી લો.

સંબંધિત સમાચાર

Next Article