Indore best smart city : ઈન્દોરને મળ્યો બેસ્ટ સ્માર્ટ સિટીનો એવોર્ડ. દેશના 100 શહેરોમાં ઈન્દોરને એકવાર ફરીથી પોતાનો પરચમ લહેરાવ્યો છે. સૂરત અને આગરા ક્રમશ બીજા અને ત્રીજા સ્થાંપર રહ્યા. બીજી બાજુ રાજ્યોમાં મઘ્યપ્રદેશ ટોપ પર રહ્યુ અને તમિલનાડુ બીજા સ્થાન પર રહ્યુ.
ઈન્દોરની નિગમાયુક્ત હર્ષિકા સિંહે વેબદુનિયાને જણાવ્યુ કે ઈન્દોરને બેસ્ટ સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે. ઈન્દોરને આ સમ્માન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ શહેરમાં થનારા ઈન્દોર કૉન્ક્લેવમાં આપવામાં આવશે. ઈન્દોર માટે આ ગૌરવની વાત છે.
આ સાથે જ ઈન્દોરને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 7 એવોર્ડ્સ મળ્યા છે.