દિલ્હીની રોહિણી કોર્ટના રૂમ નંબર 102માં ધમાકો, સ્થળ પર પહૉચ્યા ફાયર અને પોલીસકર્મી

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (12:59 IST)
દિલ્હીના રોહિણી કોર્ટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટના રૂમ નંબર 102માં ધમાકો થતા હોબાળો મચી ગયુ છે. સ્થળ પર ફાયર અને પોલીસ પહોંચી ગઈ છે. કેટલાક લોકોનો કહેવુ છે કે કદાચ લેપટોપના કારણે બ્લાસ્ટ થયો છે તપાસ માટે કેબિનની આસપાદ સુરક્ષા વધારી નાખી છે. દમકલના મુજબ તેણે 10.40 પર બ્લાસ્ટની કૉલ મળી છે. જે પછી 7 ગાડીઓ સ્થળ પર મોકલાયુ છે. 
<

Delhi: A suspicious explosion took place at Rohini Court today morning. Seven fire tenders were rushed to the spot. Details awaited. pic.twitter.com/twqNLqNk4l

— ANI (@ANI) December 9, 2021 >
બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોની સુનાવણી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે સ્થળને કોર્ડન કરીને તેની સુરક્ષા વધારી દીધી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
 
ઘટના બાદ રોહિણી કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. તે જ્યાં પણ હાજર હતો ત્યાંથી સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો. વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર

Next Article