160 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા માસૂમનું મોત

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (17:16 IST)
Reewa news- મધ્યપ્રદેશના રીવામાં બોરવેલમાં પડેલા 6 વર્ષના બાળકને 24 કલાક બાદ પણ બહાર કાઢી શકાયું નથી. શુક્રવારે સાંજે 5 વાગ્યાથી ઘટનાસ્થળે સતત બચાવ કાર્ય ચાલુ હતુ. NDRFની ટીમ ટનલ બનાવીને બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી . મળતી માહિતી મુજબ 160 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા માસૂમનું મોત થયુ છે. 
 
બાળક પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી તો ઓક્સિજન ગેસ પણ બોરવેલની અંદર પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો હતા  જેથી તેઓ ઓક્સિજન મળી શકે. 
 
ઘટના સ્થળ પર રિવા કલેક્ટરથી લઈને પોલીસ અધિકારી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ હતુ  છે. બોરવેલની અંદર ફસાયેલ બાળકનુ નામ મયંક બતાવાય રહ્યુ છે. બાળક લગભગ 18 કલાકથી બોરવેલમાં ફસાયો છે. ઘટના સ્થળ પર 8 જેસીબી બોરવેલ પેરેલલ ખોદકામ કરવામાં લાગી છે. એવુ બતાવાય રહ્યુ છે કે હાલ બાળકનુ મૂવમેંટ સમજાઈ રહ્યુ નથી. જેનાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ. 
 
આ સમગ્ર ઘટના રેવા જિલ્લા મુખ્યાલયથી લગભગ 90 કિલોમીટર દૂર જાને પોલીસ સ્ટેશન વિસ્તારના મનિકા ગામમાં બની હતી, જ્યાં શુક્રવારે સાંજે મયંક આદિવાસી બાળકો સાથે મેદાનમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તે ખેતરમાં જ ખુલ્લા બોરવેલના ખાડામાં પડી ગયો હતો, ત્યારબાદ તે 60 ફૂટથી વધુ ઉંડાણમાં ફસાઈ ગયો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article