Chandrayan 3: ભારતના અવકાશ વિભાગે આ વર્ષે મિશન 19નું આયોજન કર્યું છે. ચંદ્રયાન-3, ચંદ્ર પરના ભારતના મિશનનો આગળનુ ચરણ(Chandrayan 3) ઓગસ્ટ 2022 માટે સુનિશ્ચિત થયેલ છે. અવકાશ વિભાગે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2 મિશનમાંથી મળેલી માહિતી અને નિષ્ણાતોના સૂચનોના આધારે કામ ચાલી રહ્યું છે. . કેન્દ્રીય અવકાશ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ચંદ્રયાન-2માંથી શીખવા અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે. કેટલાક સંબંધિત હાર્ડવેર અને તેમના વિશિષ્ટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે અને તેનું લોન્ચિંગ ઓગસ્ટ 2022 માટે નિર્ધારિત છે.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 દરમિયાન કુલ 19 મિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઠ પ્રક્ષેપણ વાહન મિશન, સાત અવકાશયાન મિશન અને ચાર ટેક્નોલોજી ડેમોસ્ટ્રેટર મિશનનો સમાવેશ થાય છે. કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. આ ઉપરાંત, અવકાશ ક્ષેત્રના સુધારાની પૃષ્ઠભૂમિમાં પ્રોજેક્ટનું પુનઃમૂલ્યાંકન અને નવા રજૂ કરાયેલ માંગ આધારિત મોડલ કરવામાં આવ્યું છે