પંજાબમાં કોંગ્રેસ નવજોત સિદ્ધુના રાજીનામા બાદ સમસ્યા ઘેરી બની છે. આ સંજોગોમાં કેપ્ટન સાથેની મુલાકાતે પંજાબમાં રાજકીય મોરચે નવા સમીકરણ સર્જાય તેવી શક્યતાને વેગ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટનનો દિલ્હી પ્રવાસ પંજાબના રાજકારણ માટે ઘણુ મહત્વ ધરાવે છે. તેને અપમાનિત થઈ CMની ખુરશી છોડવી પડી હતી. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અવાર-નવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરતા હતા. હવે જ્યારે તેમની અમિત શાહ સાથે મુલાકાત યોજાઈ રહી છે ત્યારે તે મહત્વની બની જાય છે