મહારાષ્ટ્ર સરકારે હવે બીજા શહેરનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર કરવામાં આવશે.
રાજમાતા અહલ્યાબાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. અહમદનગર નિઝામશાહી સુલતાનોની રાજધાની હતી. આ શહેરની સ્થાપના 1494માં નિઝામશાહી વંશના પ્રથમ સુલતાન અહેમદ નિઝામશાહ દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ અહમદનગરનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર કરવાની માંગ કરી રહ્યા હતા. આખરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી કે અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર કરવામાં આવશે.