પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અવારનવાર પોતાની પાર્ટીના નિવેદનોથી અસહજ અનુભવ કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે તો તેમણે પોતાના નવા પુસ્તક દ્વારા પોતાની જ પૂર્વ સરકાર પર નિશાન સાધ્યુ છે. તિવારીએ મુંબઈમાં 26/11 ના હુમલા પછી તત્કાલીન યૂપીએ સરકારની નિષ્ક્ર્રિયતાની આલોચના કરી છે. તેમણે કહ્યુ કે હુમલા પછી તત્કાલીન કેન્દ્ર સરકારને એક્શન લેવી જોઈએ.
મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી તો તેમની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે. 26/11 એવી ઘટના છે, જ્યારે શબ્દો કરતાં વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું હતું કે ભારતે એ જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.