આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધમેચાને કોર્ટએ એક દિવસ એટલે કે 4 ઓક્ટોબર સુધીની એનસીબી કસ્ટડી આપી. હવે આ કેસની સુનવણી આજે 4 ઓક્ટોબર બપોરે થશે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે આજે રેગુલર કોર્ટમાં જામીનની અરજી આપશે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્સમા કહેવામાં આવ્યું છે કે, પૂછપરછ દરમિયાન આર્યન રડ્યો હતો. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એનસીબીના અધિકારીઓના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, સ્ટાર કિડ પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યો હતો અને તેવો ખુલાસો કર્યો હતો કે ચાર વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે.
આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે જતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે સલમાન ખાન શાહરૂખને મળવા માટે તેના બંગલા મન્નત પહોંચ્યો હતો. તે જ સમયે, પુત્રની ધરપકડની પુષ્ટિ થયાના થોડા સમય પહેલા, શાહરૂખ ખાન પણ તેના ઘરેથી તેના વકીલની ઓફિસ તરફ ચાલતો જોવા મળ્યો હતો.
આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. 3 ઓક્ટોબરે મોડી રાત્રે શાહરુખ ખાનના મન્નત બંગલે સલમાન ખાન આવ્યો હતો. માનવામાં આવે છે કે શાહરુખ ખાન દીકરાની ધરપકડથી એકદમ ભાંગી પડ્યો હતો અને સલમાને તેને સાંત્વના આપી હતી.
આર્યન ખાનની ધરપકડ થવાને કારણે શાહરુખના બંગલે મન્નતમાં મોડી સાંજ સુધી લોકોની ભીડ જમા થઈ હતી. લોકો મન્નતની નેમપ્લેટ આગળ સેલ્ફી લેતા હતા. આર્યનની ધરપકડ થવાને કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.