તમે પણ ચિકનના શોખીન છો તો સાવધાન થઈ જાઓ. ચિકન માત્ર શરીરને નુકશાન પહોચાડે છે પણ તમારો જીવ પણ લઈ શકે છે આવુ જ એક મામલો માયાનગરી મુંબઈથી સામે આવ્યો છે.
મુંબઈમાં ચિકન શોરમા ખાવાથી 19 વર્ષીય યુવકની મોત પછી પોલીસએ તે બે લોકોની ધરપકડ કરી છે જે દુકાનથી તે ખરીદ્યુ હત્ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મૃતકની ઓળખ પ્રથમેશ ભોસ્કે તરીકે થઈ છે અને તેણે 3 મેના રોજ ટ્રોમ્બે વિસ્તારમાં સ્થિત આરોપીઓના સ્ટોલ પરથી ખાદ્યપદાર્થો ખરીદ્યા હતા.
અધિકારીએ કહ્યુ કે વ્યક્તિની તબીયત સતત ખરાબ થઈ રહી હતી તેથી તેણે રવિવાર સાંજે ફરીથી કે ઈ ઈમ હોસ્પીટલ લઈ જવામાં આવ્યુ. જ્યાં એક ચિકિત્સકએ તપાસ કરીને તેને દાખલ કરાવી લીધુ. અધિકારી એ કહ્યુ કે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને આ બાબતની જાણ કરી, જેમણે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ એફઆઈઆર દાખલ કરી. તેમણે કહ્યું કે વ્યક્તિનું સોમવારે મૃત્યુ થયું હતું
તેમજ મુંબઈએ આ બાબતમાં કેસ નોંધાયો છે. પોલીસ આરોપી દુકાનદારની ધરપકડ કરીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસએ બે ખાદ્ય વેચનારા આનંદ કાંબુલે અને અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (હત્યા માટે દોષિત માનવહત્યા) સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.